Get The App

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ 1 - image

વડોદરાઃ આઈઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઈઈ મેઈન પરીક્ષાના બીજા એટેમ્પ્ટનું પરિણામ સોમવારે રાત્રે જાહેર થયું હતું.આ પરિણામમાં વડોદરાના ૮૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ૯૯ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ  જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય  થયા છે. શહેરના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ ઓલ ઈન્ડિયા રેન્ક ૬૬ પ્રાપ્ત કર્યો છે જ્યારે વેદાંત દેશમાનાએ ભારતમાં ૬૪૦મુ સ્થાન મેળવ્યું છે.આખા દેશમાંથી લગભગ ૧૦.૪૬ લાખ જેટલા વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈનના બીજા સેશનની પરીક્ષા આપી હતી.

સફળતાનો એક જ નિયમ છે, બે વર્ષ સતત તૈયારી કરો

સફળતા મેળવવાનો સરળ નિયમ એ છે કે, બે વર્ષ સતત તૈયારી કરો.હું  ક્લાસના હોય ત્યારે ૧૦ કલાક વાંચતો હતો.સોશ્યલ મીડિયાનો ઉપયોગ વોટસએપ પૂરતો જ સિમિત રાખ્યો હતો.મનોરંજન માટે યુ ટયુબ પર ટ્રાવેલ બ્લોક જોતો હતો.જેઈઈ એડવાન્સ માટે કયો રેન્ક આવશે તે વિચારીન ેતૈયારી નથી કરી રહ્યો.કારણકે તેનાથી વધારાનું દબાણ આવતું હોય છે.મારા પિતા  કેમિકલ એન્જિનિયર છે.

દેવ પ્રજાપતિ, ૯૯.૯૯ પર્સેન્ટાઈલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૬૬

૧૫૦ મોક ટેસ્ટ આપ્યા, ડાઉટ સોલ્વ કરવા એઆઈની મદદ લીધી

બે વર્ષથી તૈયારી કરતો હતો.મોક ટેસ્ટના કારણે પરીક્ષા કેવી રીતે અપાય તેનો ખ્યાલ આવે છે.મેં ૧૫૦ જેટલા મોક ટેસ્ટ આપ્યા હતા.સફળતા માટે સતત તૈયારી જરુરી છે.બીજા પ્રયાસ માટે મેં ખાસ  મહેનત નહોતી કરી.તૈયારીમાં એઆઈની મદદ મળતી હોય છે.ખાસ કરીને કોઈ ડાઉટ સોલ્વ કરવાનો હોય તો એઆઈના કારણે આસાની થઈ જાય છે પણ એઆઈ પર સંપૂર્ણ ભરોસો કરવો યોગ્ય નથી.પિતા એન્જિનિયર છે.

વેદાંત દેશમાને, ૯૯.૯૬ પર્સેન્ટાઈલ, ઓલ ઈન્ડિઆ રેન્ક ૬૪૦

સફળતાનું શ્રેય માતા-પિતા અને શિક્ષકોને

સફળતાનું શ્રેય માતા પિતા અને શિક્ષકોને જાય છે.વાંચવાનો સમય નક્કી નહોતો પણ ઈચ્છા થાય ત્યારે વાંચતો હતો.રોજના પાંચ- છ કલાક તૈયારી પાછળ જતા હતા.છેલ્લા પંદર દિવસમાં એનસીઈઆરટીના પુસ્તકોનું રિવિઝન કર્યું હતું.જેઈઈ એડવાન્સની તૈયારીમાં પણ મુખ્યત્વે રિવિઝન પર જ ફોકસ છે.સોશ્યલ મીડિયાથી હું દૂર જ રહ્યો છું.મારા પિતા સીએ અને સીએસ છે.માતા એમએસસી છે.

ઋષભ જૈન, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૧૦૦૫

નાની-મોટી મૂંઝવણો માટે એઆઈની મદદ લીધી હતી

જેઈઈ મેઈન્સના પહેલા સેશનમાં થોડા ઓછા માર્કસ આવ્યા હોવાથી સંતોષ નહોતો થયો.એટલે ફરી પરીક્ષા આપી હતી.કેમેસ્ટ્રી વિષય પર થોડી વધારે મહેનત કરી હતી.છેલ્લા બે મહિના રોજ આઠ થી દસ કલાકનું વાંચન કર્યું હતું.રિવિઝન અને પેપર સોલ્વ કરવા પર ફોકસ કર્યું હતું.નાની-મોટી મૂંઝવણોના ઉકેલ માટે એઆઈની મદદ લીધી હતી.મારા પિતા ડોકટર છે. ટોચની ૬ પૈકી એક આઈઆઈટીમાં  પ્રવેશનું લક્ષ્ય છે.

હિતુલ પટેલ, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૧૦૦૭

સોશ્યલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી દીધો હતો

સોશ્યલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી દીધો હતો.કારણકે તેનાથી અન્ય જગ્યાએ ધ્યાન ખેંચાતું હોય છે.મારુ માનવું છે કે, જેઈઈમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ બહુ જરુરી છે.રોજ ચાર થી પાંચ કલાક પરીક્ષાની તૈયારીમાં જતા હતા.મારા પિતા એન્જિનિયર છે અને માતા આર્કિટેક્ટ છે.અભ્યાસમાંથી થોડો સમય કાઢીને ટીવી જોઈ લઉં છું.

ખુશી તેવાર, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૧૦૧૭