Gujarat

ગુજરાતમાં 9 જિલ્લામાં વરસાદની 30% થી વધુ ઘટથી ચિંતાની સ્થિતિ, રાજ્યમાં હજુ સરેરાશ 70% વરસાદ નોંધાયો

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચાલુ ચોમાસામાં સરેરાશ 25 ઇંચ સાથે 70% વરસાદ નોંધાયો છે. જોકે, 14 જિલ્લાઓમાં વરસાદની ઘટ ચિંતાનો વિષય છે. દેવભૂમિ દ્વારકામાં 81% અને પોરબંદરમાં 67% વરસાદી ઘટ નોંધાઈ છે. જામનગર, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને ગીર સોમનાથમાં પણ ઓછો વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં 97% વરસાદ થયો, જ્યારે કચ્છમાં માત્ર 29% નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 9 જિલ્લામાં વરસાદની 30% થી વધુ ઘટથી ચિંતાની સ્થિતિ, રાજ્યમાં હજુ સરેરાશ 70% વરસાદ નોંધાયો

Gujarat Monsoon: ચાલુ ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ સાથે મોસમનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું અસમાન વિતરણ ચિંતાનો વિષય બન્યું છે. હાલમાં પણ રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે, જેમાંથી 9 જિલ્લાઓમાં તો 30 ટકાથી પણ વધુ વરસાદી ઘટ નોંધાતા ખેડૂતો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81% ઘટ

વરસાદી આંકડા અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ વિકટ છે, જ્યાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 2.06 ઈંચ એટલે કે સીઝનનો માંડ 6.24 ટકા જ વરસાદ વરસ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાઈ છે. તેવી જ રીતે, પોરબંદર જિલ્લામાં પણ સરેરાશ માત્ર 5.87 ઈંચ વરસાદ સાથે 67 ટકા જેટલી મોટી ઘટ જોવા મળી રહી છે. આ ઉપરાંત જામનગર, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને ગીર સોમનાથ એવા મુખ્ય જિલ્લાઓ છે જ્યાં વરસાદની તીવ્ર અછત વર્તાઈ રહી છે.

રાજ્યના રીજિયન મુજબ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો:

•દક્ષિણ ગુજરાત: 58.83 ઈંચ સાથે સૌથી વધુ 97% વરસાદ
•પૂર્વ-મધ્ય ગુજરાત: 15.10 ઈંચ સાથે 67% વરસાદ
•સૌરાષ્ટ્ર: 16.37 ઈંચ સાથે 54.58% વરસાદ
•ઉત્તર ગુજરાત: 14.78 ઈંચ સાથે 51.39% વરસાદ
•કચ્છ: 5.71 ઈંચ સાથે માત્ર 29% વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે અને સીઝનનો આશરે 97 ટકા વરસાદ પૂરો થઈ ગયો છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. 9 જિલ્લાઓમાં પડેલી આ મોટી ઘટને કારણે આગામી દિવસોમાં જળાશયોના વોટર લેવલ અને કૃષિ પાક પર તેની અસર પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.