Gujarat

હિંમતનગરમાં દુષિત પાણીથી 20થી વધારે લોકોને ઝાડા- ઉલ્ટી થતાં દોડધામ

By GS Team
24 Dec 20211 min read
This article was originally published on 24 Dec 2021
હિંમતનગરમાં દુષિત પાણીથી 20થી વધારે લોકોને ઝાડા- ઉલ્ટી થતાં દોડધામ

હિંમતનગર તા. 23

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ગુરૂવારે ૫ીવાના પાણીમાં ગટરનુ દુષિત પાણી ભળતા આસ્થા તથા દેવધન સોસાયટીના વીસથી વધુ બાળકો તથા પુરૂષોને પેટના દુઃખાવા સહિત ઝાડા-ઉલ્ટી થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આ મામલે નગરપાલિકા દ્વારા તપાસની માગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે.

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી આસ્થા તથા દેવધન સોસાયટીના વીસથી વધુ બાળકો તથા પુરૂષોને પેટના દુઃખાવા સહિત ઝાડા-ઉલ્ટીની અસર થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આ મામલે સ્થાનિક રહિશોએ જણાવ્યુ હતુ કે પીવાના પાણીમાં ગટરનુ દુષિત પાણી મિક્ષ થતા રહિશોનુ આરોગ્ય જોખમાયુ છે. હિંમતનગર ન.પા. દ્વારા પીવાના પાણીમાં ગટરનુ દુષિત પાણી ભળતુ હોવાની તાકીદે તપાસ હાથ ધરી વધુ રોગચાળો ન ફેલાય તેમાટે પગલા લેવાની માંગ પ્રબળ બની છે.

નગર પાલિકાની બેદરકારીના કારણે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતા લોકોમાં વિરો ફેલાયો છે અને આ સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી છે.