અરવલ્લી જિલ્લામાં 18 હજારથી વધુ બાળકોને રસીથી રક્ષિત કરાયા

મોડાસા,તા. 3
અરવલ્લી જિલ્લામાં ૩ જાન્યુઆરીને સોમવારના રોજ ૨૫૮ થી વધુ
સેન્ટરો ઉપરથી ૧૫ થી ૧૮ વર્ષના
કિશોર-કિશોરીઓને કોવીડ-૧૪૯ રસી પૂરી પાડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા
આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો અને ૮૦૦થી વધુ કર્મીઓના એક સાથેના સહીયારા પ્રયાશમાં હાથ
ધરાયેલી આ રસી ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ હજારથી વધુ ને રસી થી રક્ષિત
કરાયા હતા.
રાજયમાં ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોર-કિશોરીઓને
કોવેકસિન રસી પૂરી પાડવાનો નિર્ણય લેવાયો હતો.અરવલ્લી જિલ્લા કલેકટર
ર્ડા.નરેન્દ્રકુમાર મીણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તીવેટીયાના માર્ગદર્શન
હેઠળ સોમવારના રોજ સવારથી આ રસીકરણ ઝુંબેશ જિલ્લાભરમાં હાથ ધરાઈ હતી. જિલ્લાની ૩૬૨
શાળાઓ,આઈટીઆઈના તાલીમ કેન્દ્રો અને આઈસીડીએસના કેન્દ્રો ઉપર હાથ
ધરાયેલા આ રસીકરણ ઝુંબેશમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.આર.જી. શ્રીમાળી,
સીડીએચઓ ર્ડા.એ.બી. પટેલ, એડીએચઓ અને રસીકરણ
ઝુંબેશના નોડલ ઓફીસર ર્ડા.કૌશલ પટેલ અને એપેડેમિક ઓફીસર ર્ડા.પ્રવીણ ડામોર સહિતના
અધિકારીઓ જોડાયા હતા અને દિવસભરની રસી કરણ ઝુંબેશમાં બપોરે ૪ કલાક સુધીમાં
જિલ્લામાં ૯૧૮૮ યુવકો અને ૮૭૫૪ યુવતીઓ મળી કુલ ૧૭૯૪૨ યુવક યુવતીઓને રસી પૂરી પાડી
રક્ષિત કરાયા હતા.
પ્રથમ દિવસે જ જિલ્લામાં ૧૮૦૦૦ દ્વારા વધુને રસી પૂરી પાડી
ઝુંબેશને આરોગ્ય વિભાગે તેજ બનાવી છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમ્યાન હાથ ધરવામાં
આવનાર આ ઝુંબેશમાં કુલ ૬૪ હજારથી વધુ યુવક- યુવતીઓને રસી પૂરી પડાશે એમ નોડેલ
ઓફિસર ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.




