Gujarat

રવિવારથી વડોદરા જિલ્લામાં 1.85 લાખથી વધુ ભૂલકાઓને પોલિયોની રસી પીવડાવાશે

By GS Team
26 Feb 20221 min read
This article was originally published on 26 Feb 2022
રવિવારથી વડોદરા જિલ્લામાં 1.85 લાખથી વધુ ભૂલકાઓને પોલિયોની રસી પીવડાવાશે

- તા. 27 થી 1 માર્ચ સુધી પ્લસ પોલિયો રાઉન્ડ ચાલશે

વડોદરા, તા. 26

આગામી રવિવારથી વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પોલિયો રસી પીવડાવવાના અભિયાનનું જિલ્લા આરોગ્ય તંત્રે આયોજન કર્યું છે. નવજાત શિશુથી 5 વર્ષ સુધીની ઉંમરના 1.85 લાખથી વધુ ભૂલકાઓને બાળ લકવાને રોકતી રસીના બે ટીપાંનું પાન કરાવાશે .

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં તારીખ 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પ્લસ પોલિયો રાઉન્ડના આયોજન માટે  કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં પોલીયો સ્ટીયરીગ કમિટીની મીટીંગ રાખવામાં આવી હતી. 

 આ મીટીંગમાં વડોદરા જિલ્લાના કુલ 8 તાલુકા અને 4 અર્બન હેલ્થ સેંટર મળીને 870 પોલિયો બુથ, 140 મોબાઇલ ટીમ, 116 ટ્રાન્ઝિટ ટીમનુ આયોજન કરી કુલ 1,85,647,  ૦થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી આપવાની ચર્ચા કરવાની સાથે જિલ્લામાં કોઇ પણ બાળક રસી વગર રહી ન જાય તે જોવા માટે અનુરોધ કરાયો છે. આ મિંટીગમાં આગામી તારીખ 7ના રોજ મિશન ઇન્દ્રધનુષ યોજાનાર હોઇ તેની પણ  ચર્ચા કરવામાં આવી હતી.