Gujarat

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

By GS TEAM
17 Oct 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 20 ઑક્ટોબરથી 22 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Rain In Gujarat : ગુજરાતમાં દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 20 ઑક્ટોબરથી 22 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છે. 

દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદ

રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે (17 ઑક્ટોબર) વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા માંડવી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. 

દિવાળી-બેસતા વર્ષના દિવસે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 20, 21 અને 22 ઑક્ટોબર, 2025 એટલે કે, દિવાળી અને બેસતા વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


આ પણ વાંચો: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

18 ઑક્ટોબર, 2025ના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને કેરળ-કર્ણાટક કિનારે લક્ષદ્વીપ પર નીચા દબાણ સર્જાઈ શકે છે. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારે આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે.