Get The App

SSG હોસ્પિટલમાં મોબાઇલ ચોરાવાનો સિલસિલો યથાવત : ભરૂચના યુવકનો રૂ.88 હજારનો મોબાઇલ ચોરાયો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
SSG હોસ્પિટલમાં મોબાઇલ ચોરાવાનો સિલસિલો યથાવત : ભરૂચના યુવકનો રૂ.88 હજારનો મોબાઇલ ચોરાયો 1 - image

Vadodara SSG Hospital : ભરૂચમાં રહેતો અને ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એસએસજી હોસ્પિટલમાં દાખલ તેમના સગા સંબંધીને જોવા માટે આવ્યો હતો. તે દરમિયાન કોઈએ તેના પેન્ટના કિસ્સામાંથી રૂપિયા 88,000 નો I-phone કંપનીનો મોબાઇલ ચોરી કરી લીધો હતો. શોધખોળ કરવા છતાં મોબાઇલ નહીં મળી આવતા વિદ્યાર્થીઓ ફરિયાદ નોંધાવી છે.

ભરૂચમાં આવેલી મામલતદાર કચેરી પાસે અયોધ્યા નગરમાં રહેતા હિમય રમેશચન્દ્ર રાણાએ ફરિયાદ નોંધાવી છે કે હું ઉપરના બતાવેલા સરનામે મારા પરીવાર સાથે રહું છું અને ડિપ્લોમા કેમિકલમાં ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજ વલસાડ ત્રીજા વર્ષમાં અભ્યાસ કર છુ. ગઈ 1 માર્ચના રોજ એસ.એસ.જી હોસ્પીટલના તાત્કાલીક વિભાગમાં બીજા માળે આઈસીયુમાં અમારા સગાઓની ખબર લેવા માટે આવ્યો હતો અને અમારા સગાઓની ખબર અંતર પુછી પરત અમે તથા મારા માતા-પીતા ઘરે જવા માટે નીકળેલા ત્યારે એસ.એસ.જી હોસ્પીટલ તાત્કાલીક વિભાગના બહારના ભાગે આવેલ પાર્કિંગમાં આવ્યો હતો. ત્યારે મારા પેન્ટના ખિસ્સામાં રાખેલ મોબાઈલ મળી આવેલ ન હતો. તેમજ આજુબાજુ તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી SSG હોસ્પિટલમાં કોઈએ હાથ ચાલાકી કરીને કોઈએ રૂપિયા 88 હજારનો મોબાઇલ ચોરી કરી લીધો હતો. જેથી પોલીસે મોબાઈલ ચોર ગઠીયાની શોધખોળ સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરી છે.