Gujarat
રાજકોટ: ભારતીય હવામાન વિભાગના કર્મચારીનું મિશન પ્રમોશન
By GS Team
23 Mar 20221 min read
This article was originally published on 23 Mar 2022

રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર
ભારતીય હવામાન વિભાગના પ્રશાસન દ્વારા ગ્રુપ-બી અને ગ્રુપ-સી અધિકારી તથા કર્મચારી પ્રમોશન મનસ્વી રીતે અટકાવી રાખેલ છે કેન્દ્ર સરકાર ના CAT ના ઓર્ડર પર સ્ટે લાવીને પ્રશાસન કે જે ગ્રુપ - એ ના અધિકારીઓના હાથમાં છે તે સમય સમય પર જે પ્રમોશન મળવું જોઈએ તે અટકાવી રાખેલ છે .

જ્યારે ગ્રુપ- એ અને ઉપરના અધિકારી પોતાના બધા લાભ અને પ્રમોશન મેળવી રહ્યા છે આ નીતિના વિરોધમાં IMD MASOA, IMD NGSU, IMD NGASA, IMD AOA ,IMD GR C MTS સંયુક્ત રીતે હવામાન વિભાગ માં બધા યુનિયન આંદોલન કરી રહેલા છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.




