Gujarat

ગુમ થયેલો યુવક નર્મદા કેનાલમાં કુદ્યો હોવાની આશંકા ને પગલે ફાયર બ્રિગેડની મદદ લીધી

By GS Team
6 Jan 20221 min read
This article was originally published on 6 Jan 2022
ગુમ થયેલો યુવક નર્મદા કેનાલમાં કુદ્યો હોવાની આશંકા ને પગલે ફાયર બ્રિગેડની મદદ લીધી

વડોદરા, તા. 06

વડોદરા નજીક હાલોલ ખાતે નર્મદા કેનાલમાં એક યુવક કૂદી પડ્યો હોવાની આશંકાને પગલે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે.

હાલોલના કણજરી ગામે રહેતો સંદીપ નામનો યુવક ગઈ રાતે બાઇક લઇને ઘેરથી નીકળ્યા બાદ પરત નહીં ફરતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મિત્રે સંદીપ ને રુપાપુરા કેનાલ તરફ જતા જોયો હોવાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સંદીપની બાઈક મળી આવતા તેણે કેનાલમાં પડતું મૂક્યું હોવાની આશંકા સેવાઈ રહી હાલોલ ફાયર બ્રિગેડ પાસે પુરતા સાધનો નહીં હોવાથી કેનાલમાં શોધખોળ કરવા માટે વડોદરા ફાયરબ્રિગેડની એક ટીમ દ્વારા સવારથી શોધખોળ કરવામાં આવી રહી છે.