Gujarat

કોસાડ આવાસમાં પરપ્રાંતિય પરિવારની 4 વર્ષની બાળા સાથે દુષ્કર્મ

By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022
કોસાડ આવાસમાં પરપ્રાંતિય પરિવારની 4 વર્ષની બાળા સાથે દુષ્કર્મ

- મિત્રને મળવા આવેલા બિહારી યુવાન જબરજસ્તી રૂમમાં લઇ જઇ ગુપ્તાંગ સાથે અડપલા કર્યા, રૂમનો દરવાજો તોડી માતા અંદર પ્રવેશી ત્યારે બાળાને જોઇ ચોંકી ગઇ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસૂમ બાળાને જબરજસ્તી રૂમમાં લઇ જઇ ગુપ્તાંગ સાથે અડપલા કરી કુકર્મ કરનાર બિહારી યુવાન વિરૂધ્ધ અમરોલી પોલીસમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધી છે.

શહેરના અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરપ્રાંતિય પરિવારની 4 વર્ષની શિવાની (નામ બદલ્યું છે) બિલ્ડીંગમાં રહેતી માતાની કાકીને બોલાવવા સાડા નવ વાગ્યે ગઇ હતી. પરંતુ શિવાની પરત નહીં આવતા માતા અને તેની કાકીએ શોધખોળ કરી હતી. દરમિયાનમાં બિલ્ડીંગમાં રહેતી તરૂણીએ શિવાનીને અજાણ્યા અંકલને રૂમમાં લઇ જતા જોયા હોવાનું કહેતા માતા તુરંત ત્યાં ઘસી જઇ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો નહીં ખોલતા તોડી નાંખી અંદર જોતા શિવાની રડી રહી હતી અને પોતાની સાથે થયેલા કુકર્મ અંગે જાણ કરી હતી. માતા અને બિલ્ડીંગની અન્ય મહિલાઓએ બાળા સાથે જધન્ય કૃત્ય આચરનાર અકબર ઉસ્માન રાય (ઉ.વ. 30 મૂળ રહે. 117, તકીયા મહોલ્લો, મળી બજાર, જિ. ભભુવા, બિહાર) અને મિત્ર હેમંતને મળવા આવ્યાની કબૂલાત કરી હતી. ઘટના અંગે અમરોલી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી અકબરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.