Get The App

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

સોશિયલ મિડિયાના ઉપયોગથી બાળકોમાં વધતી ઝનૂની વૃત્તિ

વિદ્યાર્થીને છરો માર્યા બાદ મિત્રની મદદથી હોસ્પિટલમાં લઇ ગયો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો 1 - image

અમદાવાદ, સોમવાર

સોશિયલ મિડિયાના વધતા જતા ઉપયોગના કારણે બાળકોમાં ઝનૂની વૃત્તિ વધી રહી છે જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા છે. ખોખરાની સેવેન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ છરી મારીને વિદ્યાર્થીની હત્યા કરી હતી તેમજ ઘાટલોડિયામાં પણ અગાઉ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ગઇકાલે બાપુનગરમાં ખાનગી ટયુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરતા સગીરવયના બે વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે તકરાર થઇ હતી તેની અદાવતમાં એક સગીર વિદ્યાર્થીએ બીજા સગીર વિદ્યાર્થીના પેટના ભાગે છરો માર્યા હતા અને જાતે જ મિત્રની મદદથી હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હુમલો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હીરાવાડી પાસે સગીરે બીજા સગીર વિદ્યાર્થીને છરો માર્યા બાદ મિત્રની મદદથી હોસ્પિટલમાં લઇ ગયો હતો,  પોલીસે  સગીર સામે ગુનો નોંધ્યો

બાપુનગરમાં હીરાવાડી પાસે રહેતા ૧૬ વર્ષના સગીરે સાથે અભ્યાસ કરતા કૃષ્ણનગરમાં રહેતા ૧૭ વર્ષના સગીર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સગીર વિઘાર્થી સૈજપુર બોઘા ખાતે આવેલી ખાનગી સ્કૂલમાં આરોપી સગીર સાથે ઘોરણ-૧૧માં અભ્યાસ કરે છે. જ્યારે બાપુનગરમાં કોમર્સ એક્સપર્ટ ટયુશન ક્લાસીસમાં સાથે જ જાય છે. ગઇકાલે સગીર ટયુશન ક્લાસમાં ગયો હતો. ત્યારે આરોપી મિત્ર પણ ટયૂશનમાં આવ્યો હતો. જેમાં રૃમમાં જગ્યા ન હોવાથી સગીરે તેના મિત્રને બીજા રૃમમાં જવાનું કહેતા બંને વચ્ચે તકરાર થઇ હતી.

ટયૂશન પૂર્ણ થયા બાદ સગીર ઘરે જઇને પરત બપોરના સમયે હીરાવાડી પાસે ભોમિયા ડેરી, તુલસી ફ્લેટ પાસે ઉભો રહીને અન્ય મિત્ર સાથે વાત કરતો હતો તે સમયે જેની સાથે બેસવા બાબતે તકરાર થઇ હતી તે સગીર મિત્ર ત્યાં આવ્યો હતો અને તેને બેસવા બાબતે ઝઘડો થયો તેની અદાવતમાં સગીરને પેટની ડાબી બાજુ છરો મારતાસગીર લોહી લુહણ લોહી થયો હતો. એટલું જ નહી આરોપી સગીરે તેના મિત્રની મદદથી ઘાયલ સગીરને રિક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં હાલમાં સારવાર હેઠળ છે.