Gujarat

આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે

By GS TEAM
6 Dec 20251 min read
આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે

શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે તા.૮ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન આયોજિત મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર-૧૧ કેટેગરીમાં સમગ્ર દેશભરમાંથી ૨૨૫ ખેલાડીઓએ ઝંપલાવ્યું છે.

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ)ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (જીબીએ)ના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન (બીબીએ) દ્વારા ચોથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે અંડર-૧૧ બોય્ઝ અને ગર્લ્સ માટે યોજાનારી આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાંથી લગભગ ૨૨૫ ખેલાડીઓ ભાગ લેશે.

બીબીએ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે, આ સ્પર્ધા બોય્ઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોય્ઝ ડબલ્સ અને ગર્લ્સડબલ્સ એમ ચાર કેટેગરીમાં યોજાશે. ૮ ડિસેમ્બરે સવારે પ્રથમ અને સાંજે બીજા રાઉન્ડની મેચો રમાશે. ૯ ડિસેમ્બરે પ્રી-ક્વાર્ટર ફાઈનલ, ૧૦ ડિસેમ્બરે ક્વાર્ટર અને સેમી ફાઇનલ મુકાબલા યોજાશે, જ્યારે ૧૧ ડિસેમ્બરના રોજ બપોરે ૧ વાગ્યે તમામ કેટેગરીની ફાઈનલ મેચો રમાશે. સ્પર્ધકોને પ્રોત્સાહન માટે કુલ ૪ લાખના રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે.