Get The App

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ 1 - image

જેસર -  પ્રવાસીઓની મુસાફરી આનંદદાયક રહે તેવા આશયથી વિશ્વ પુસ્તક દિવસ નિમીત્તે મહુવાના એસ.ટી.બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર દ્વારા એક્સપ્રેસ રૃટમાં પુસ્તકો તેમજ રોજિંદા સમાચારપત્રકો સાથેની મીની લાયબ્રેેરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ગરમીમાં રાહત મળી રહે તેવા હેતુથી એસ.ટી. બસના ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફને ઓ.આર. એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.