Gujarat
મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ
By GS TEAM
24 Apr 20261 min read

જેસર - પ્રવાસીઓની મુસાફરી આનંદદાયક રહે તેવા આશયથી વિશ્વ પુસ્તક દિવસ નિમીત્તે મહુવાના એસ.ટી.બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર દ્વારા એક્સપ્રેસ રૃટમાં પુસ્તકો તેમજ રોજિંદા સમાચારપત્રકો સાથેની મીની લાયબ્રેેરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ગરમીમાં રાહત મળી રહે તેવા હેતુથી એસ.ટી. બસના ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફને ઓ.આર. એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.









