Gujarat

લાલપુર નજીક પડાણા ગામમાં પોલીસ આવવાની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકે છલાંગ લગાવી ભાગવા જતાં પટકાઈ પડવાથી કરુણ મૃત્યુ

By GS TEAM
20 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથું ફાટી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર નજીક પડાણા ગામમાં પોલીસ આવવાની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકે છલાંગ લગાવી ભાગવા જતાં પટકાઈ પડવાથી કરુણ મૃત્યુ

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથું ફાટી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મૃત્યુ ની બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, તા.18/04/2026 ના સવારે લગભગ 04:00 વાગ્યા પહેલા કોઈપણ સમયે પડાણા ગામે રહેતા બલજીતસિંહ મખનસિંહ (ઉંમર 51), મૂળ અમૃતસર (પંજાબ)ના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા હતા, તેઓ પોતાના રૂમમાં કોઈ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી રહ્યા હતા.

આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 ઇમર્જન્સી સેવા પર કોલ કરવામાં આવતાં પોલીસની જનરક્ષક ગાડી સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવી પહોંચતાં બલજીતસિંહ ગભરાઈ જતા પોતાના રૂમ પરથી નીચે કૂદકો માર્યો હતો.

કૂદકા દરમિયાન તેઓ નીચે પડેલા પથ્થર પર પડતાં માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.