Gujarat

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો

By GS TEAM
9 Mar 20261 min read
ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો

- આરોપી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી 

- મકાનમાંથી 79 હજારથી વધુના પોશડોડા, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો 

બગોદરા : ધોળકાના ચલોડા ગામે એસઓજીએ ૫.૩૨૯ કિલોગ્રામ પોશડોડા સાથે આધેડને પકડી પાડયો હતો. પોલીસે ૭૯ હજારથી વધુના પોશડોડા, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

તાલુકાના ચલોડા ગામના પટેલવાસમાં રહેતા કિરીટ ઉર્ફે મફતભાઇ ચુનીભાઇ પટેલ પોતાના મકાનમાં નશાકારક પદાર્થ રાખી તેનું ગેરકાયદે વેચણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડયો હતો. 

મકાનની તલાશી લેવાત પોશડોડાનો જત્થો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી સહિતની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસે રૂ. ૭૯,૯૩૫નો ૫,૩૨૯ કિલો પોશડોડા પકડી પાડયા હતા. આરોપી કિરીટ ઉર્ફે મફત ચુનીભાઇ પટેલને ઝડપી પાડયા હતા અને પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.