Gujarat

ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નહીં, હવે માત્ર કચ્છ અને બનાસકાંઠામાં 'ઓરેન્જ એલર્ટ'

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગે સવારે 10 થી 1 વાગ્યા માટેની આગાહીમાં કોઈ રેડ એલર્ટ જાહેર કર્યું નથી, જે રાહતની વાત છે. હવે માત્ર કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ) છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ (મધ્યમ વરસાદ) અપાયું છે. બાકીના જિલ્લાઓમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નહીં, હવે માત્ર કચ્છ અને બનાસકાંઠામાં 'ઓરેન્જ એલર્ટ'

Gujarat Weather Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બેટિંગ બાદ હવે મેઘરાજાએ ધીમે ધીમે ખમૈયા કર્યા હોય તેમ લાગે છે. હવામાન વિભાગ દ્વારા સવારે 10 થી 1 વાગ્યા માટે નાઉકાસ્ટ હેઠળ જાહેર કરાયેલી નવી આગાહી મુજબ, હવે રાજ્યના કોઈપણ જિલ્લામાં રેડ એલર્ટ રાખવામાં આવ્યું નથી, જે નાગરિકો અને તંત્ર માટે રાહતના સમાચાર છે.

માત્ર 2 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' (ભારે વરસાદની શક્યતા)
નવા નકશા અનુસાર, રાજ્યમાં હવે માત્ર 2 જિલ્લાઓમાં જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ બે જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

યલો એલર્ટ (હળવાથી મધ્યમ વરસાદ)
ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.

ગ્રીન ઝોન (સામાન્ય કે વાદળછાયું વાતાવરણ)
સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને મધ્ય-દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓમાં ગ્રીન ઝોન દર્શાવવામાં આવ્યો છે, જ્યાં હવામાન પ્રમાણમાં શાંત રહેશે.