ઉત્તર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, બનાસકાંઠામાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates : હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં આગામી ત્રણ કલાક માટે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ફક્ત બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં રેડ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં મૂશળધારથી અતિભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
5 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ'
રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીનો સમાવેશ થાય છે.
કયા વિસ્તારોમાં યલો એલર્ટ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા વિસ્તારો યેલો ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે.
203 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં જ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. અહીં 4.84 ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે તેના બાદ બનાસકાંઠાના ઓગડ તાલુકામાં 3.86 ઈંચ, ખેડાના નડિયાદમાં 3.31 ઈંચ અને વલસાડના નાનાપોંઢામાં જ 3 ઈંચથી વધુ ખાબકી ગયો હતો. 24 કલાકના ગાળામાં 203 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી.










