સૌરાષ્ટ્રમાં મેઘરાજાની આગળ ધપતી સવારીઃ વધુ 3.50 ઈંચ સુધી વરસાદ

ખેતીપાકને પીયતની ખરી જરૂર છે એવા સમયે જ મેઘમહેર
34 તાલુકા મથકોએ વરસાદ વરસ્યો, સૌથી વધુ પડધરીમાં સાડાત્રણ ઈંચ તો જામકંડોરણામાં ત્રણ ઈંચ, રાજકોટ, ધોરાજી, વિસાવદર, ખંભાળિયા, કાલાવડમાં બે ઈંચ
રાજકોટ જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી આકાશ ગોરંભાઈ ગયું હતું અને સાર્વત્રિક મેઘમહેર વરસી હતી. જેમાં સૌથી વધુ પડધરીમાં સવારે સાંબેલાધારે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે જામકંડોરણામાં ત્રણ ઈંચ તો રાજકોટ અને ધોરાજીમાં બે ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત વિંછીયા, લોધીકા અને ઉપલેટામાં એક ઈંચ તો જેતપુર અને કોટડાસાંગાણીમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.
જૂનાગઢ જિલ્લામાં પણ આજે ધીમીધારે મેઘકૃપા વરસી હતી. સવારથી સાંજ સુધીમાં વિસાવદરમં બે ઈંચ અને માળિયા હાટીનામાં દોઢ ઈંચ તો વંથલી, જૂનાગઢ અને માંગરોળમાં પોણો ઈંચ તેમજ કેશોદ અને ભેસાણમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લામાં કાલાવડમાં બે ઈંચ અને જામજોધપુરમાં એક ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારે ખંભાળિયામાં બે ઈંચ અને ભાણવડમાં એક ઈંચ, પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવમાં એક ઈંચ, અમરેલી જિલ્લામાં વડિયા, ખાંભા અને બાબરામાં અડધો ઈંચ, ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા અને વેરાવળમાં એક ઈંચ તેમજ મોરબી જિલ્લામાં માળિયા મિંયાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન અન્ય શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર ઝાપટા ચાલુ રહ્યા હતા.
|
ક્યાં કેટલો વરસાદ |
|
|
તાલુકો |
વરસાદ(ઈંચ) |
|
પડધરી |
૩.૫૦ |
|
જામકંડોરણા |
૩.૦૦ |
|
રાજકોટ |
૨.૦૦ |
|
ધોરાજી |
૨.૦૦ |
|
વિસાવદર |
૨.૦૦ |
|
કાલાવડ |
૨.૦૦ |
|
ખંભાળિયા |
૨.૦૦ |
|
મા.હાટીના |
૧.૫૦ |
|
વિંછીયા |
૧.૦૦ |
|
લોધિકા |
૧.૦૦ |
|
ઉપલેટા |
૧.૦૦ |
|
તાલાલા |
૧.૦૦ |
|
વેરાવળ |
૧.૦૦ |
|
જામજોધપુર |
૧.૦૦ |
|
ભાણવડ |
૧.૦૦ |
|
કુતિયાણા |
૧.૦૦ |
|
રાણાવાવ |
૧.૦૦ |
|
વંથલી |
૦.૭૫ |
|
જૂનાગઢ |
૦.૭૫ |
|
માંગરોળ |
૦.૭૫ |
|
જેતપુર |
૦.૫૦ |
|
કો.સાંગાણી |
૦.૫૦ |
|
મા.મિંયાણા |
૦.૫૦ |
|
કેશોદ |
૦.૫૦ |
|
ભેસાણ |
૦.૫૦ |
|
વડિયા |
૦.૫૦ |
|
ખાંભા |
૦.૫૦ |
|
બાબરા |
૦.૫૦ |









