સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ

- સતત ત્રીજા વર્ષે પંથકમાં શ્રીકાર વર્ષાથી ધરતીપુત્રોને રાહત
- વર્ષ- 2018 માં 60 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો હતો
સિહોરમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાનમાં ૨૦૧૮નું ચોમાસુ નબળું પુરવાર થયું હતું. ત્યારે ચોમાસાની આખી સિઝન દરમિયાન માત્ર ૫૮.૩૨ ટકા જ વરસાદ થયો હતો. ૨૦૨૨થી વરસાદની સ્થિતિ સુધરી છે. તે પહેલાના છ વર્ષમાં માત્ર ૨૦૧૯માં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. ૨૦૨૨માં ૧૦૦ ટકા વરસાદમાં માત્ર ૨૪ મિ.મી. પાણીની જ ઘટી રહી હતી. ત્યારબાદ ૨૦૨૩થી સતત ત્રીજા વર્ષે સિહોર પંથક માટે એક પણ ચોમાસુ નબળું નથી ગયું. દર વર્ષે ૩૫-૪૦ ઈંચથી વધુ જ વરસાદ થયો છે. શ્રીકાર વર્ષાથી પંથકના ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. તેમાં પણ આ વર્ષે ૬ સપ્ટેમ્બરને શનિવારે સવારે ૬ કલાકની સ્થિતિએ ૧૦૦૯ મિ.મી. એટલે કે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસી જતાં એક દાયકાનો હાઈએસ્ટ વરસાદ આ વર્ષે નોંધાયો છે.
સિહોરમાં 2015 થી 25 સુધીમાં વરસેલો વરસાદ
|
વર્ષ |
મિ.મી. |
ટકા |
|
૨૦૧૫ |
૫૫૪ |
૮૯.૧૭ |
|
૨૦૧૬ |
૪૯૯ |
૭૯.૬૨ |
|
૨૦૧૭ |
૪૭૧ |
૭૪.૮૮ |
|
૨૦૧૮ |
૩૭૧ |
૫૮.૩૨ |
|
૨૦૧૯ |
૭૫૪ |
૧૨૧.૩૧ |
|
૨૦૨૦ |
૫૮૫ |
૯૩.૪૪ |
|
૨૦૨૧ |
૪૬૦ |
૭૪.૧૫ |
|
૨૦૨૨ |
૫૯૭ |
૯૬.૧૦ |
|
૨૦૨૩ |
૮૯૦ |
૧૪૨.૦૭ |
|
૨૦૨૪ |
૯૯૮ |
૧૫૬.૧૮ |
|
૨૦૨૫ |
૧૦૦૯ |
૧૫૬.૪૩ |








