Gujarat

જામનગર જિલ્લામાં ધોરણ 1૦ અને 12 ની પરીક્ષાના કેન્દ્ર સંચાલકો અને સીસીટીવી ઓપરેટરની બેઠક યોજાઇ

By GS Team
22 Mar 20221 min read
This article was originally published on 22 Mar 2022
જામનગર જિલ્લામાં ધોરણ 1૦ અને 12 ની પરીક્ષાના કેન્દ્ર સંચાલકો અને સીસીટીવી ઓપરેટરની બેઠક યોજાઇ

જામનગર, તા.22 માર્ચ 2021,મંગળવાર 

જામનગર જિલ્લામાં આગામી 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી ધોરણ 1૦ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શાંતિ રીતે પરીક્ષા યોજાય, અને પરીક્ષામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ સીસીટીવી ઓપરેટરોની એક બેઠક યોજવામાં આવી હતી.

જામનગર હરીયા કોલેજ માં આજે યોજાયેલી બેઠકમાં જામનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમ જ સીસીટીવી ઓપરેટરો હાજર રહ્યા હતા. જેમાં ધોરણ 12 ના ઝોનલ મધુબેન ભટ્ટ તેમજ દસમા ધોરણના ઝોનલ મનસુખભાઈ ભેંસદડીયાએ તમામ પરીક્ષા કેન્દ્રના સંચાલકોને વિશેષ માહિતી, અને માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવા વિશેષ જાણકારી આપી હતી.

આગામી 28 એપ્રિલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે 27મી તારીખથી કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશે.