Get The App

વાપીના રાતામાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ ફેલાઈ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
વાપીના રાતામાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ ફેલાઈ 1 - image

Vapi Fire : વાપીના રાતા ગામે દેસાઇવાડમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આજે શનિવારે બપોરે અચાનક આગ ફાટી નિકળી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સવરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.  ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી.

વાપીના રાતામાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ ફેલાઈ 2 - image

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના રાતા દેસાઇવાડમાં પ્લાસ્ટિકના ભંગારનું ગોડાઉન આવેલું છે. આજે શનિવારે બપોરે અચાનક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા કાળા ધુમાડા દૂરદૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો છે. એટલું જ નહી પણ ગોડાઉન નજીક રહેતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ છે. 

ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. જો કે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઇ માહિતી બહાર આવી નથી. તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે.