ફાયર બ્રિગેડની બે કલાકની જહેમત બાગ આગ કાબૂમાં આવી
લાકડાના બાંધકામના કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું ઃ નીચે
ફટાકડાની અને કાપડની દૂકાન વેપારીઓના જીવ તાળવે ચોંટયા
વિરમગામ - વિરમગામના ટાવર
વિસ્તારમાં લાકડાના બાંધકામવાળી કોમ્પ્યુટરની દુકાનમાં શોર્ટ સકટથી ભીષણ આગ ફાટી
નીકળી હતી. ફાયર ફાઈટરોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો,
જેના કારણે નીચે આવેલી ફટાકડા અને કાપડની દુકાનોનો બચાવ થયો હતો.
વિરમગામ શહેરના મુખ્ય ટાવર વિસ્તારમાં બુધવારે રાત્રે ૮ઃ૩૦ વાગ્યાના
સુમારે એક કોમ્પ્યુટર રીપેરિંગની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ
હતી. પ્રથમ માળે આવેલી આ દુકાનનું બાંધકામ લાકડાનું હોવાથી જોતજોતામાં જ્વાળાઓએ
વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે
લાગેલી આ આગને પગલે સુરક્ષાના ભાગરૃપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો કાપી દેવામાં
આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. નીચે
ફટાકડા અને કાપડની દુકાનો હોવાથી મોટી હોનારતનો ભય હતો, પરંતુ
સ્થાનિકોના સહકારથી મુદ્દામાલ સમયસર ખાલી કરી દેવાયો હતો. સતત બે કલાકના વોટર મારો
બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. વિરમગામમાં એક જ
અઠવાડિયામાં આગનો આ બીજો બનાવ છે.


