રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Game Zone Fire: રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં આજે(26 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે રવિવાર હોવાથી અને વેકેશનનો સમય હોવાને કારણે ગેમઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ અંદર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો બહાર તરફ દોડ્યા હતા.
કોઈ જાનહાનિ નહીં, તમામનું રેસ્ક્યુ કરાયું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગેમઝોનમાં આગ લાગતા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.









