સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fire At Private Company In Sanand: અમદાવાદના સાણંદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સાણંદના ઇયાવા ગામ નજીક આવેલી 'વિઝન પ્રો કોન' નામની ખાનગી કંપનીમાં આજે(7 મે) અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કંપનીના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો આગની લપેટમાં આવતા ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
પ્લાસ્ટિક સ્ક્રેપને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
પ્રાપ્ત વિગતો મુજબ, ઇયાવા નજીક આવેલી કંપનીના કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સ્ક્રેપ અને સૂકો ઘાસચારો પડેલો હતો. બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાને કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ ઉંચે ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી
ઘટનાની જાણ થતા જ સાણંદ ફાયરની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયરની એક વાન ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.









