Gujarat

ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

By GS TEAM
19 Oct 20251 min read
ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

- લીલા ગાંજાના ૨૫ છોડ સાથે એક શખ્સ ઝડપાયો

- એસોજીની ટીમે 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલા તાલુકામાંથી લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૮૦ હજારની કિંમતના લીલા ગાંજાના ૨૫ છોડ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે.

આ અંગે એસઓજી પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજી પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ચોટીલાના પીપરાળી ગામમાં રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં રહેણાંક મકાનના ફળિયામાંથી લીલા ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી વાવેતર કરેલ લીલા ગાંજાના ૨૫ છોડ, વજન ૦૮ કિલો (કિં.રૂ.૮૦,૦૦૦) સહિતના મુદ્દામાલ સાથે દેવશીભાઈ ગોબરભાઈ સાકરીયા (ઉં.વ.૬૦, રહે.પીપરાળી, તા.ચોટીલા)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરી ચોટીલા તાલુકામાંથી ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા ફરી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.