Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત 1 - image

Vadodara Bullet Train Project : પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ વિભાગ પર ચોથા પ્રીકાસ્ટ પોર્ટલ બીમના લોન્ચિંગ કાર્ય માટે આજે તા.24 એપ્રિલે ટ્રાફિક બ્લૉક લેવામાં આવ્યો છે. આ ઇજનેરી કાર્યના કારણે વડોદરા વિભાગમાંથી પસાર થતી અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

શોર્ટ ટર્મિનેશન : ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (20902) 24 એપ્રિલે ગાંધીનગરને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત (20901) વટવા સ્ટેશને જ સમાપ્ત થશે, વટવાથી ગાંધીનગર વચ્ચેનો માર્ગ રદ રહેશે.

રદ થયેલી ટ્રેનો : વટવા–વડોદરા મેમુ (69102), વડોદરા–વટવા મેમુ (69115), વડોદરા–જામનગર ઇન્ટરસિટી (22959) અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી (22960) સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રદ : વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન (19033) 24 એપ્રિલે વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મોડી ઉપડશે : મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (12009) 1 કલાક 15 મિનિટ વિલંબથી ઉપડશે.

વિલંબ સાથે દોડશે  : આસનસોલ–અમદાવાદ એક્સપ્રેસ (19484) અને હાવડા–અમદાવાદ એક્સપ્રેસ (12834) 1 કલાક 40 મિનિટ, કાકીનાડા–ભાવનગર સુપરફાસ્ટ (12755) 45 મિનિટ અને કટરા–ગાંધીધામ એક્સપ્રેસ (12474) 1 કલાક 45 મિનિટ મોડી દોડશે.