Gujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત

By GS TEAM
24 Apr 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ વિભાગ પર ચોથા પ્રીકાસ્ટ પોર્ટલ બીમના લોન્ચિંગ કાર્ય માટે આજે તા.24 એપ્રિલે ટ્રાફિક બ્લૉક લેવામાં આવ્યો છે. આ ઇજનેરી કાર્યના કારણે વડોદરા વિભાગમાંથી પસાર થતી અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત

Vadodara Bullet Train Project : પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ વિભાગ પર ચોથા પ્રીકાસ્ટ પોર્ટલ બીમના લોન્ચિંગ કાર્ય માટે આજે તા.24 એપ્રિલે ટ્રાફિક બ્લૉક લેવામાં આવ્યો છે. આ ઇજનેરી કાર્યના કારણે વડોદરા વિભાગમાંથી પસાર થતી અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

શોર્ટ ટર્મિનેશન : ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (20902) 24 એપ્રિલે ગાંધીનગરને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત (20901) વટવા સ્ટેશને જ સમાપ્ત થશે, વટવાથી ગાંધીનગર વચ્ચેનો માર્ગ રદ રહેશે.

રદ થયેલી ટ્રેનો : વટવા–વડોદરા મેમુ (69102), વડોદરા–વટવા મેમુ (69115), વડોદરા–જામનગર ઇન્ટરસિટી (22959) અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી (22960) સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રદ : વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન (19033) 24 એપ્રિલે વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મોડી ઉપડશે : મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (12009) 1 કલાક 15 મિનિટ વિલંબથી ઉપડશે.

વિલંબ સાથે દોડશે  : આસનસોલ–અમદાવાદ એક્સપ્રેસ (19484) અને હાવડા–અમદાવાદ એક્સપ્રેસ (12834) 1 કલાક 40 મિનિટ, કાકીનાડા–ભાવનગર સુપરફાસ્ટ (12755) 45 મિનિટ અને કટરા–ગાંધીધામ એક્સપ્રેસ (12474) 1 કલાક 45 મિનિટ મોડી દોડશે.