Gujarat

જામનગરના ઓમ ટ્રેડિંગના સંચાલકને ત્રણ ચેક રીટર્ન કેસમાં 2-2 વર્ષની જેલ સજા

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
ત્રણેય અલગ-અલગ કેસમાં 2-2 વર્ષની સજા તથા ચેકની રકમનો દંડ કરી ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ઓમ ટ્રેડિંગના સંચાલકને ત્રણ ચેક રીટર્ન કેસમાં 2-2 વર્ષની જેલ સજા

Jamnagar : જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા અને જામનગર મ્યુનિસીપાલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સુનિલ વસંતભાઇ વાઘેલા પાસેથી તેના મિત્ર અને ઓમ ટ્રેડિંગના નામથી નીઓ સ્ક્વેરમાં શેર બજારને લગત ધંધો કરતાં હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાએ કુલ રૂ.24,25,000/- રૂપિયા ચોવીસ લાખ પચ્ચીસ હજાર હાથ-ઉછીના મેળવેલ જે રકમની ચુકવણી કરવા હિરેન ધબ્બાએ અલગ-અલગ બેંકના અલગ-અલગ તારીખના ચેકો આપેલા જે ચેકો બાઉન્સ થતાં સુનિલ વાઘેલાએ તેમના વકીલ મારફત નોટીસ આપી 15 દિવસમાં લેણી રકમ ચૂકવી આપવા નોટિસ પાઠવી હતી.

 તેમ છતાં હિરેન ધબ્બાએ રકમ નહીં ચૂકવતા ફરીયાદી સુનિલ વાઘેલાએ જામનગર ચીફ જ્યુડિ.મેજી. ની કોર્ટમાં ચેક બાઉન્સ થવા સબબ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળની ત્રણ ફરીયાદો દાખલ કરેલ જે ત્રણેય ફરીયાદો જામનગરના એડી.ચીફ જ્યુડિ. મેજી. લાલવાણીની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફે રજૂ થયેલ મૌખિક દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ તથા ફરીયાદ પક્ષની વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી વિરુદ્ધનો કેસ પુરવાર માની આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાને ત્રણેય અલગ-અલગ કેસમાં 2-2 વર્ષની સજા તથા ચેકની રકમનો દંડ કરી ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.