Gujarat

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે

By GS TEAM
19 Jun 20261 min read
છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે

વડોદરાઃ છાણી વિસ્તારની ખાનગી લેબમાં એક યુવતી સાથે મેનેજરે શારીરિક છેડછાડ કરતાં યુવતીએ મેનેજરને પાઠ ભણાવી પોલીસને હવાલે કરાવ્યો હતો.

છાણી વિસ્તારમાં બે દિવસ પહેલાં નમતી બપોરે બનેલા બનાવની વિગત એવી છે કે, લેબમાં કામ કરતી યુવતી એક રૃમમાં ગઇ ત્યારે તેની પાછળ ધસી ગયેલા મેનેજરે શારીરિક અડપલાં કર્યા હતા.યુવતી કાંઇ સમજે તે પહેલાં મેનેજરે તેને બાથ ભરી લીધી હતી.

ડઘાયેલી યુવતીએ તરત જ મેનેજરને ધક્કો મારીને હડસેલી દીધો હતો અને ત્યારબાદ દોડીને બહાર નીકળી ગઇ હતી.યુવતી રડવા માંડતા મેનેજરે તેને ગભરાવતાં કહ્યું હતું કે,રડવાનું બંધ કર, નહિતર કોઇ પૂછશે.

જો કે યુવતીએ હિંમત ગુમાવી નહતી અને ઘેર જઇ તેની માતાને જાણ કરી હતી અને ત્યારબાદ અભયમની મદદ લીધી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મેનેજરે પોતે કાંઇ કર્યું જ નથી તેવું રટણ કર્યં  હતું.જેથી મામલો ફતેગંજના પીઆઇ અજય ગઢવી પાસે પહોંચ્યો હતો.તેમણે યુવતીની ફરિયાદ લઇ મેનેજર દેવેન્દ્ર ચંદ્રસિંહ રાજપરમાર(મની વુડ રેસિડેન્સી,ઉંડેરા)ની ધરપકડ કરી હતી.