Gujarat

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સહીમ ખાનની ધોલાઇ

By GS TEAM
11 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક હિન્દુ યુવતીને લગ્ન માટે દબાણ કરી માર મારનાર સમીમ ખાન નામના યુવકને લોકોએ ટીપી નાખી પોલીસને સોંપી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સહીમ ખાનની ધોલાઇ

Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક હિન્દુ યુવતીને લગ્ન માટે દબાણ કરી માર મારનાર સહીમ ખાન નામના યુવકને લોકોએ ટીપી નાખી પોલીસને સોંપી દીધો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ યુવતી અગાઉ નોકરી કરતી હતી તે દરમિયાન યુવક સાથે સંપર્ક થતા યુવકે ઘેર આવજા શરૂ કરી હતી. યુવતીએ યુવકને પોતાનો ભાઈ માન્યો હતો અને રાખડી પણ બાંધી હતી. 

જોકે થોડા સમય બાદ યુવક યુવતીને પ્રેમ સંબંધ માટે આગ્રહ રાખવા માંડ્યો હતો અને તેણે યુવતીની સગાઈ પણ તોડાવી નાખી હતી. જેથી યુવતીએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ દરમિયાન ગઈકાલે યુવકે યુવતીને ગોત્રી ગાર્ડનમાં બોલાવી હતી અને લગ્ન માટે દબાણ કર્યું હતું.     

યુવતીએ લગ્નનો ઇનકાર કરતા યુવકે તેને મારઝૂડ શરૂ કરી હતી. જે દરમિયાન યુવતીએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને મેથીપાક ચખાડ્યો હતો. બનાવના સ્થળે પોલીસ આવી જતા સહીમ ખાનને સોંપી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ બનાવ અંગે ફરિયાદ કરવા માટે યુવતીએ તજવીજ હાથ ધરી હતી.