અહીં કોને મળવા આવ્યો છે? તેમ કહી શખ્સે ચાકુની અણીએ બે મિત્રોને માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે કોને મળવા આવેલ છે તેમ કહી બે મિત્રોને માર મારી ચાકુની અણીએ ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુના બાપોદ જકાતનાકા પાસે પ્રીતમનગરમાં રહેતો નક્ષત્ર વ્યાસ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, સોમવારે રાત્રે મે મારા મિત્ર ધ્રુવને મળવા ઉકાજીના વાડીયા ખાતે જવા નીકળ્યો હતો. તે વખતે ઉકાજીના વાડીયામાં અક્ષત કહારે (રહે-ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ) તેની પાસે ચાકુ હોવાનું જણાવી તું ચોર છે કોને મળવા આવેલ છે તેમ કહી મને ચાર પાંચ લાફા ઝીંકી દીધા હતા. આ સમયે મારો મિત્ર ધ્રુવ આવી પહોંચતા તેણે ધ્રુવને પણ ત્રણ લાફા મારી મારી ચાકુ વડે હુમલો કરતા ધ્રુવ ખસી જતા તેનો બચાવ થયો હતો. અક્ષતે ધ્રુવને ધમકી આપી છે કે, તારા ઘરની મહિલાઓને બહાર નીકળવું ભારી પડી જશે. મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરતા મને પણ પોલીસ કેસ કરું તો મારી નાખવાની ધમકી આપી છે.









