Bhavnagar

ગ્લોબલ વોર્મિંગને લઈ દિવસનું ૪૦ અને રાત્રીનું ૩૦ ડિગ્રી તાપમાન ભેજને વિખેરી નાખવા સક્ષમ

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, ત્યારે પર્યાવરણ શાસ્ત્રી ડો. ભરત પંડિતે જણાવ્યું કે, વાતાવરણમાં 70-80% ભેજ હોવા છતાં, રણની સૂકી હવા ભેજવાળી હવા સાથે ભળતા વાદળો વિખેરાઈ જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચું તાપમાન વરસાદને વિલંબિત કરી રહ્યું છે, જેનાથી તીવ્ર ગરમી અને બફારો અનુભવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ વોર્મિંગને લઈ દિવસનું ૪૦ અને રાત્રીનું ૩૦ ડિગ્રી તાપમાન ભેજને વિખેરી નાખવા સક્ષમ

વાતાવરણમાં ૭૦થી ૮૦ ટકા ભેજ છે પણ વરસાદ નથી

અરબી સમુદ્ર પરથી આવતી ભેજ યુક્ત હવા સાથે રણની સુકી હવા ભળતા ભેજ વિખેરાઈ જતા વાદળો બંધાતા નથી ઃ પર્યાવરણ શાસ્ત્રી

ભાવનગર -  ચોમાસુ લંબાતા જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. જ્યારે ભેજવાળા વાદલો સુકી હવાના કારણે વાદળો વિખેરાઈ જતા વરસાદ ખેંચાયો હોવાનું અનુમાન કરાય છે. જ્યારે સ્થાનિક પર્યાવરણ શાસ્ત્રીએ ગ્લોબલ વોર્મીંગ પર વિશ્લેષણ કરાયું હતું.

જુન મહિનાના બે દિવસ બાકી છે ને હજુ વિધીવત ચોમાસાનું આગામન નથી થયું. વાતાવરણમાં ૭૦ થી ૮૦ ટકા ભેજ છે પણ વરસાદ નથી. હકીકતમાં આ ભેજવાળી હવા વિખરાઈ ગઈ છે, પૃથ્વી પરના જીવસ્તરમાં ગ્રીન હાઉસ કે ગ્લોબલ વોર્મગને કારણે દિવસનાં ૪૦ સે.અને રાત્રીનું ૩૦ થી ૩૧ સે. તાપમાન હવાનાં ૭૦-૮૦ ટકા ભેજને વિખેરી નાંખવા સક્ષમ છે. આ તાપમાનમાં વરસાદી સમરૃધ્ધ વાદળોને ઘટ્ટ થવાને બદલે તેમાંનો ભેજ પાતળો થઈ વિખરાઈ જાય છે કે દબાઈ જાય છે જે ચોમાસાને સક્રિય થતા કે આગળ વધતા અટકાવી દે છે.

ચોમાસાનાં સમયસર આગમન માટે દક્ષિમ પશ્ચિમી ભેજથી સમરૃધ્ધ પવન અત્યંત જરૃરી છે. જે ભરપૂર ભેજ સાથે અરબી સમુદ્ર પરથી ગુજરાત તરફ ફુંકાય છે પશ્ચિમ ગુજરાત અને રણ પ્રદેશમાં વાતાવરણનું ઉચું તાપમાન હવાને સૂકી કરી નાંખે છે (ભેજ વિહિન) આ સુકી હવા અરબી સમુદ્ર પરથી આવતી ભેજથી ભરપુર હવા સાથે ભલીને ભેજને વિખેરી નાખે છે આમ થતાં વરસાદી વાદળો બંધાતા નથી. આ ઉપરાંત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કે જે શુષ્ક પવન પ્રવાહ ધરાવતા હોય છે તે અરબી સમુદ્ર પરથી પશ્ચિમ ભારતમાં આવતા ચોમાસાનાં પ્રવાહ સામે ટકરાય છે અને ચોમાસાને નબળુ માનવ વિખેરી નાખે છે અને ચોમાસામાં વિલંબ સર્જાય છે. આ ઉપરાંત પ્રતિકુળ હવામાનની પરિસ્થિતિમાં અવકાશમાંથી નીચે તરફ હવાની ગતી જોવા મળે છે ત્યારે ભેજવાળી હવાને વાદળો બનવા ઉપર જવાને બદલે હવાને આકાશમાં વિખેરી સ્વચ્છ આકાશ બનાવી ગરમીનું મોઝુ ફેલાવે છે અને વરસાદ પડવામાં વિલંબ તાય ચે. આ બધી ઘટનાને કારણે ચોમાસુ મોડું તો પડે જ છે પણ તીવ્ર ગરમી સાથે ભેજ અને બફારો અનુભવાય તેવું વરસાદ પડવા વિલંબ થાય છે આ બધી ઘટનાને કારણે ચોમાસુ મોડું તો પડે જ છે પણ તીવ્ર ગરમી સાથે ભેજ અને બફારો અનુભવાય છે. તેવું અનુમાન ભાવનગર યુનિ.નાં પર્યાવરણ શાસ્ત્રી ડો. ભરત પંડિતે જણાવ્યું હતું.

જૂની અદાવતમાં પાળીયાદ ગામે કાકી-ભત્રીજા પર પાઇપ, છરી વડે ખૂની હુમલો

ભાવનગર, શનિવાર

જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ફરાર

ચાર શખ્સો વિરુદ્ધ પાળીયાદ પોલીસ મથકે ગુન્હો દાખલ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે સોમલા બાપુના કુવા પાસે ગઈકાલે શુક્રવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં જૂની અદાવતનો ખાર રાખીને એક જ પરિવારના સભ્યો પર ચાર શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવાનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગત મુજબ, પાળીયાદ ગામે ગેરેજ ચલાવતા જયેશભાઈ ગોપાલભાઈ સોલંકી (ઉ.વ. ૨૯) રાત્રે પરિવાર સાથે ફળિયામાં સૂતા હતા. તે દરમિયાન ગામના કુલદીપ ભાભલુભાઇ ખાચર, ભગીરથ બાબભાઇ ખાચર, હરદીપ બાબભાઇ ખાચર અને એક અજાણ્યો શખ્સ કારમાં ધસી આવ્યા હતા. ચારેય શખ્સે જયેશભાઈના ભાઈ વિપુલ ઉર્ફે ગડર સાથે છ મહિના પહેલાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કુલદીપએ જયેશભાઈના માથામાં લોખંડની ટોમીનો ઘા ઝીંકી દીધી હતી, જ્યારે હરદીપએ ડાબા ખભા પર લોખંડનો પાઇપ માર્યો હતો. બૂમાબૂમ થતાં વચ્ચે છોડાવવા આવેલા કાકી ઇન્દુબેનને ભગીરથ ખાચરે માથામાં છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયેશભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.