Gujarat

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી

By GS TEAM
5 May 20261 min read
સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી

ડીએસપી કચેરી પાસે આવેલા રસાલા કેમ્પમાં બનાવ બન્યો

આધેડના ઘરમાંથી સોનાના ઘરેણા મળી રૃ.૧.૬૫ લાખની ચોરી

ભાવનગર -  નવાપરા ડીએસપી કચેરી પાસે આવેલા રસાલા કેમ્પમાં રહેતા આધેડને ઇલેક્ટ્રિક સ્કુટરની ચાવી બનાવડાવી હોય ચાવી બનાવવા માટે અજાણ્યો ઇસમ આવ્યો હતો.આધેડે ચાવી બનાવવાનું કહ્યું અને ઘરની તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણાની ચોરી કરી નાસી છૂટયો હતો.

નવાપરા ડીએસપી કચેરી પાસે આવેલા રસાલા કેમ્પમાં રહેતા જીતેન્દ્રભાઈ આનંદભાઈ રાજાણીને બેટરી વાળી સ્કટરની ચાવી બનાવવી હોય ત્યારે અજાણ્યો સરદારજી ચાવી બનાવવાનું કહ્યું હતું.ચાવી બનાવવા વાળાએ લાંબી ચાવી હોયતો આપો તેમ કહી ધરની તિજોરીની ચાવી મેળવી ઘરમા ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી કબાટની તીજોરીની ચાવીથી તીજોરી ખોલી તિજોરીમાં રહેલા બે સોનાની બંગડી, ત્રણ સોનાની વીટી, સોનાનો ચેઇન પેંડલ,બે સોનાની પરત ચડાવેલા ધાતુના પાટલા મળી રૃ.૧,૬૫,૦૦૦ ની ચોરી કરી નાસી છૂટયો હતો.આ બનાવ સંદર્ભે જીતેન્દ્રભાઈએ અજાણ્યા ઇસમ વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.