Gujarat

હરણી એરફોર્સના પ્રતિબંધિત સ્થળેથી મોબાઇલ સાથે પરપ્રાંતીય પકડાયો

By GS TEAM
12 Dec 20251 min read
હરણી એરફોર્સના પ્રતિબંધિત સ્થળેથી મોબાઇલ સાથે પરપ્રાંતીય પકડાયો

વડોદરાઃ હરણી એરફોર્સના પ્રતિબંધિત વિસ્તારમાંથી સુરક્ષાકર્મીઓએ એક પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડી હરણી પોલીસને હવાલે કર્યો છે.

હરણી એરફોર્સમાં ગઇકાલે રાત્રે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં સુરક્ષા કર્મીઓએ તેને ઘેરી લીધો હતો.તેની જડતી દરમિયાન એક મોબાઇલ મળી આવ્યો હતો. જ્યારે,પૂછપરછ દરમિયાન તેનું નામ કુંદનકુમાર લોકનાથ સાહુ(મૈકીટોલા, જિ.સારણ,બિહાર) હોવાનું ખૂલ્યું હતું.

પકડાયેલો શખ્સ દિવાલ કૂદીને આવ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.વળી તે ગોળગોળ વાતો કરતો હોવાથી તેને હરણી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.પોલીસે મોબાઇલની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.

ઉપરોક્ત શખ્સ અમદાવાદ ગયો હતો અને તે દરમિયાન તેને માથામાં ઇજા થવાથી તે આવી હરકતો કરતો હોવાની તેના પરિવારજનોએ દલીલ કરી હતી.જેથી હરણી પોલીસ દ્વારા આ બાબતે તબીબી તપાસ  કરાવવામાં આવનાર છે.હરણી પોલીસે એરફોર્સના સુરક્ષા અધિકારીના નામે ફરિયાદ નોંધી આરોપીની ટ્રેસપાસિંગના ગુનામાં ધરપકડ કરી છે.