Get The App

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો 1 - image

Jamnagar Police : જામનગરમાં શંકર ટેકરી ખાતે મોમાઈ માતાના મંદિર પાસે હુશેની ચોક વિસ્તારમાં ગઈકાલે સાંજે સિટી સી. ડિવિઝન પોલિઝ દ્વારા દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી નાજીર ઉર્ફે નાજલો નુરમામદભાઈ ઘોઘા (ઉ.વ. 27), રહે. શંકર ટેકરી નવી નિશાળ પાછળ, હુશેની ચોક, જામનગરને પોતાના કબજામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની ચપલાં નંગ 38 કિંમત રૂ.11,400 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

 આ બનાવ અંગે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ) અને 116(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.