Gujarat

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર

By GS TEAM
12 Jun 20261 min read
નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર

લોકલ ક્રાઈમ બ્રાંચ-બોટાદે

પોલીસે દારૃની ૨૨૮ બોટલ અને બે કાર સહિત રૃ.૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યા

ભાવનગર - ગઢડાના નાના ઝીંઝાવદર ગામના પાટીયા પાસે લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વૉચ ગોઠવી વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બે શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે દારૃની ૨૨૮ બોટલ મળી કુલ રૃ.૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ સામે ગઢડા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

બોટાદ જિલ્લાના નિંગાળા ગામથી ગઢડા તરફ કારમાં (જીજે-૦૪-ડીએ-૫૨૫૨) બોટાદનો રવિરાજ ગભરૃભાઈ ખાચર વિદેશી દારૃ લઈને આવે છે અને રૃત્વીક મનોજભાઈ રાઠોડ અને કરણ રામદેવભાઈ ચાવડા કારમાં (જીજે-૩૩-બી-૯૦૨૫) પાયલોટિંગ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ-બોટાદે ગઢડાના નાના ઝીંઝાવદર ગામ પાસે વૉચ ગોઠવી બાતમીવાળી પાયલોટિંગ કરી રહેલી કાર આવતા પોલીસને જોઈને રૃત્વિક અને કરણ કાર મુકીને નાસી છૂટયા હતા જેની પાછળ આવી રહેલી કારને અટકાવી તપાસતા પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૨૨૮ બોટલ સાથે રવિરાજ ગભરૃભાઈ ખાચરને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૃનો જથ્થો રૃત્વિક અને કરણે મંગાવ્યા હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમ બ્રાંચે બે કાર અને દારૃ સહિત કુલ રૃ.૬,૩૦,૬૬૪ના મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય શખ્સ સામે ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.