Gujarat

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો

By GS TEAM
5 Jun 20261 min read
ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો

ઘાસચારાની નીચે દારૃનો જથ્થો છૂપાવ્યો હતો

દારૃનો વેપાર કરતા બે ભાઈઓ સામે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગરધંધુકામાં વિદેશી દારૃની ૩૪૨ બોટલ સહિત કુલ રૃ.૧૫.૮૩ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ધંધુકા પોલીસે ઝડપી લઈ દારૃનો વેપાર કરતા બે ભાઈઓ સામે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

ધંધુકા જાળીયા ટાંકી પાસે ઈદ્રિશ અહેમદભાઈ મોદન (રહે.ધંધુકા) નામના શખ્સે વિદેશી દારૃ મંગાવ્યો છે અને તેના ભાઈ સાબિર અહેમદભાઈ મોદન સાથે વિદેશી દારૃની ડિલિવરી અને વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ધંધુકા પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા પીકઅપ અને ટાટા પંચ ગાડી પાછળ પતરાના શેડમાં મારેલું ઢાળિયું ચેક કરતા ત્યાં ઘાસચારા નીચે લાકડાની પેટીમાંથી, પીકઅપ વાહનમાંથી અને ટાટા પંચ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૃની કુલ ૩૪૨ બોટલો મળી આવી હતી. તેમજ દારૃના જથ્થા સાથે ઝડપાયેલા સાબિર અહેમદ મોદનની પુછપરછ કરતા આ દારૃ તેના ભાઈ ઈદ્રિશે મંગાવ્યો હતો અને પોતે ગાડીમાં આજુબાજુના ગામોમાં ડિલિવરી કરવા જતો હોવાની કબૂલાત આપતા પોલીસે વિદેશી દારૃ સહિત કુલ રૃ.૧૫,૮૩,૮૧૮નો મુદ્દામાલ કબ્જે લઈ ધંધુકા પોલીસમાં બન્ને સામે ગુનો નોંધ્યો છે.