Gujarat

ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં

By GS TEAM
25 Oct 20252 mins read
ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં

મહિલાઓ માટે પાટનગરમાં સબ સલામત નહીં

પરિવારજનોએ ઠપકો આપ્યાના પગલે આરોપી અને શખ્સે આવીને હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગર :  પાટનગરમાં મહિલાઓ માટે સબ સલામતની સ્થિતિ રહી ન હોય તેવો કિસ્સો ફરિયાદ સ્વરૃપે પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં પરિવારના વડીલના મરણના સંબંધે નીકળેલી શોભાયાત્રા દરમિયાન જ એક શખ્સે નણંદ-ભોજાઇ સામે ગંદા ઇશારા કર્યા બાદ શારીરિક અડપલા કર્યા હતાં. ત્યારે પરિવારજનોએ ઠપકો આપ્યાના પગલે આરોપી અને તેના ભાઇએ આવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સેક્ટર ૨૪ના વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા આ સબંધે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજા ઠાકોર અને તેના ભાઇ ઢોલા ઠાકોરના નામ દર્શાવવામાં આવ્યા છે. પિડીત પરિવારના વડીલનું મૃત્યુ થયુ હોય તેમની નાનકડી દેરી બાંધવામાં આવી છે. જ્યાં સુધી પરિવારજનો શોભાયાત્રા કાઢીને જઇ રહ્યા હતાં. ત્યારે આરોપી પહોંચ્યો હતો અને પરિણીતા તથા તેની નણંદ સામે ઉભો રીને ગંદા ઇશઆરા કરવા લાગ્યો હતો. બાદમાં નણંદનો હાથ પકડીને ખેંચવાની સાથે અડપલા કરવા લાગ્યો હતો. ત્યારે યુવતીના ભાઇએ તેને ઠપકો આપતાં રીક્ષામાંથી ધોકો લાવીને હુમલો કરવાની પેરવી કરી હતી. ત્યારે પરિવારજનો વચ્ચે પડતાં આરોપી ચાલ્યો ગયો હતો. પરંતુ સાંજે તેના ભાઇ સાથે પરિવારના ઘરે પહોંચ્યો હતો. બન્ને ભાઇઓ ગાળો બોલીને ધમકાવવા લાગ્યા હતાં. ઘરના દરવાજા પર ધોકા પછાડવાની સાથે ફરિયાદી પરણીતાના પતિને લાફા મારી દીધા હતાં. ત્યારે પરિણીતા વચ્ચે પડતાં  આબરૃ લેવા પ્રયાસ કર્યો હતો. આસપાસમાંથી લોકો એકઠાં થઇ જતાં આરોપીઓ ઘર પાસે પડેલી રીક્ષાના કાચ ફોડી નાંખીને નાસી છુટયા હતાં. પોલીસે આ બનાવ સંબંધે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.