Get The App

જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો 1 - image

જેસર પોલીસ મથકમાં ૬ શખ્સ સામે ગુનો નોંધાયો

બુટલેગરોએ દારૃની ૨૫ પેટી મંગાવી હતી, ૧૧ પેટી પોલીસના હાથ લાગી

ભાવનગર - જેસર તાલુકાના જુના પાદર ગામે વાડીમાંથી વિદેશી દારૃની ૧૩૧ બોટલ સાથે એક શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ કુલ ૬ શખ્સો સામે જેસર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

જેસરના જુના પાદર ગામે રહેતા ચેતનસિંહ નોંધણભાઈ ગોહિલ, અજીતસિંહ જોધુભાઈ ગોહિલ અને વનરાજસિંહ ઉર્ફે મુન્નો મેરૃભાઈ ગોહિલે સહિયારો ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો ગોરડકા ગામના જયરાજભાઈ ધાખડા પાસેથી મંગાવ્યો છે અને તે દારૃ ચેતનસિંહની વાડીએ જીજે-૧૧-એબી-૬૧૧૩ નંબરની કારમાં હિતેષ ટિબાડીયા અને અજીતસિંહ ગોહિલ નાખી ગયા હોવાની લોકલ ક્રાઈમબ્રાંચને મળેલી બાતમીના આધારે તપાસ કરતા વાડીએથી વનરાજસિંહ ઉર્ફે મુન્નો મેરૃભાઈ ગોહિલ રૃ.૮૧,૬૫૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની કુલ ૧૩૧ બોટલ સાથે ઝડપયો હતો. જેણે પુછપરછમાં ૨૫ પેટી લાવ્યા હતા, તેમાંથી ૯ પેટી ચેતનસિંહ અને ૫ પેટી નરવણસિંહ લઈ ગયા હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે ઉક્ત તમામ ૬ શખ્સો સામે જેસર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.