Get The App

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ

૨૦ હજારની માગણી કરી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઇ હતી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ 1 - image

વડોદરા,પાણીગેટની મહિલા બૂટલેગરનો દારૃ વેચતો વીડિયો વાયરલ કરી રૃપિયાની માંગણી કરવાના કેસમાં  એક ન્યૂઝ  પેપરના સંચાલકની પોલીસે ધરપકડ કરી છે.

પાણીગેટ વિસ્તારમાં રહેતી મહિલા બૂટલેગરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી  દારૃનું વેચાણ કરૃં છું. ગત ૧૪ મી તારીખે મારા પતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂઝ પોર્ટલના પેજ પર વીડિયો જોયો હતો. જેમાં અમારી દુકાન પર દારૃનું વેચાણ થાય તેવું બતાવ્યું હતું. આ અંગે ન્યૂઝના તંત્રી વિજય મકવાણા અમને કપુરાઇ પોલીસ સ્ટેશન મળ્યા હતા. તેમણે મારી  પાસે ૨૦ હજારની માગણી કરી બીભત્સ છેડછાડ કરી હતી. પાણીગેટ  પોલીસે વિજય રવિન્દ્રભાઇ મકવાણા (રહે. ગીતાંજલી સોસાયટી, નોવિનોરોડ, મકરપુરા) ની ધરપકડ કરી છે.