સિહોર,
બાવળા અને સાણંદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
લોકલ ક્રાઈમબ્રાંચે કાર, રોકડ અને પાન મસાલાનો સામાન મળી
રૃ.૨.૮૮નો મુદામાલ કબ્જે લીધો
ભાવનગર - ઘરફોડ તથા વાહન
ચોરી કરનાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ચોરી કરેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલકત સંબંધી
ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન વલ્લભીપુર પાંજરાપોળ પાસે આવતાં
બાતમી મળેલ કે, ભાવનગર, વલ્લભીપુર,
બજરંગ ચોકડી પાસે, જાહેરમાં એક પુરુષ શંકાસ્પદ
હાલતમાં સફેદ કલરની ઈકો કાર સાથે ઉભેલ છે. જે બાતમીવાળી
જગ્યાએ જઇ તપાસ કરતાં સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નુરમહંમદ શાહ (રહે.બાબુભાઇના
મકાનમાં ભાડેથી, રામ સુદર્શન ચોક પાસે, નન્ની નિવાસ, ગુવાપાડા, નેતાજી
બજાર, અંબરનાથ વેસ્ટ,
થાણે, મહારાષ્ટ્ર મુળ- ચેનઇ ગામ, જી.બદલામપુર
રાજય-ઉત્તરપ્રદેશ ) ને કાર ,રોકડા તમાકુના પેકેટ મળી રૃ.૨,૮૮,૭૯૮ ના મુદ્દામાલ સાથે ઝડપી ઝડપી લઇ પૂછપરછ કરતા
સિહોર બાવળા ખાતે આવેલ પાન મસાલાની દુકાન અને સાણંદ ખાતેથી ઈકો કારની ચોરી કરી
હોવાની અને જગદિશ ઉર્ફે જીજ્ઞોશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ (રહે.નડીયાદ),સીરાજ નુરમહંમદ શાહ (રહે.અંબરનાથ, થાણે) ચોરીમાં
સામેલ હોવાની કબૂલાત કરી હતી.


