Gujarat

શહેરને વધુ સ્વચ્છ બનાવવા મોટા માર્કેટની સાથે વિવિધ કોમ્પલેકસમાં સ્પીટીંગ બીન મુકાશે

By GS TEAM
26 Nov 20251 min read
શહેરને વધુ સ્વચ્છ બનાવવા  મોટા માર્કેટની સાથે  વિવિધ કોમ્પલેકસમાં સ્પીટીંગ બીન મુકાશે

 અમદાવાદ,બુધવાર, 26 નવેમ્બર,2025

દેશમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતાને લઈ અમદાવાદને પ્રથમ નંબર મળ્યા પછી શહેરને વધુ સ્વચ્છ બનાવવા  વિવિધ વિસ્તારમાં આવેલા શાકભાજી સહિતના અન્ય પ્રકારના મોટા માર્કેટની સાથે કોમર્શીયલ કોમ્પલેકસમાં સ્પીટીંગ બીન મુકવા હેલ્થ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે. કચરાને અલગ પાડવાના સેગ્રિગેશન કન્સેપ્ટ ધરાવતા ૨૬૦૦ બીન અલગ અલગ સ્પોટ ઉપર મુકવા રુપિયા ૪.૮૭ કરોડનો ખર્ચ કરાશે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મોટા માર્કેટ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેકસમાં કચરો એકઠો કરવા સેગ્રિગેશનની કાર્યપધ્ધતિ કોર્પોરેશન તરફથી અમલમા મુકાઈ છે.ચૂંટાયેલા પ્રતિનિધીઓ તરફથી તેમના વોર્ડ વિસ્તારમાં આ કામગીરી માટે વેસ્ટબીન મુકવા ગ્રાન્ટ ફાળવવામા આવે છે.હવે જુદા જુદા માર્કેટ તથા કોમર્શીયલ કોમ્પલેકસમાં શહેરીજનોને કચરો નાંખવા માટે ૨૬૦૦ સ્પીટીંગ બીનની ખરીદી કરી મુકવામા આવશે.ઘનશ્યામ એન્જિનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝ તથા નીલકમલ લીમીટેડને બે વર્ષનો રેટ કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.