Gujarat

મહીસાગર એસઓજીને મળી મોટી સફળતા: 4.20 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરાઈ

By GS Team
18 Feb 20221 min read
This article was originally published on 18 Feb 2022
મહીસાગર એસઓજીને મળી મોટી સફળતા: 4.20 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરાઈ

મહીસાગર, તા. 18 ફેબ્રુઆરી 2022 શુક્રવાર

મહીસાગર SOGને મોટી સફળતા મળી છે. સંતરામપુરમાં ઠેર-ઠેર ડુપ્લિકેટ ચલણી નોટોની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે ડોળી વિસ્તારમાંથી ચલણી નોટો ઝડપી છે.

200ની 1,456 નોટો સહિત 500ની 77 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. 4.20 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે.