Gujarat

VIDEO: બેકાબૂ કાર હવામાં ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પટકાઈ, મુંબઈના કોસ્ટલ રોડ અકસ્માતમાં અમદાવાદના બે યુવક સહિત 3ના મોત

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે એક લક્ઝરી કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ જતી કાર પૂરપાટ ઝડપે લોટસ જેટી પાસે અથડાતા 3 યુવકોના મોત થયા હતા, જેમાં 2 અમદાવાદના હતા. એક 20 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: બેકાબૂ કાર હવામાં ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પટકાઈ, મુંબઈના કોસ્ટલ રોડ અકસ્માતમાં અમદાવાદના બે યુવક સહિત 3ના મોત

Mumbai Coastal Road Accident : મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારની વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક લક્ઝરી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ભયાનક રીતે અથડાઈ પડી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં કારમાં સવાર 3 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક 20 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તે જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણમાંથી બે મૃતકો અમદાવાદના રહેવાસી હતા. કાર અકસ્માત સર્જાયા બાદ બ્રિજ પરથી પડી ગયાની માહિતી સામે આવી છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં હવામાં જ કાર બેથી ચાર ગુલાંટ ખાઈને બ્રિજ પરથી નીચે પટકાતી જોઈ શકાય છે.

મૃતકોની ઓળખ

મૃતકોની ઓળખ શનાય ગજ્જર (21 વર્ષ), ધીર્યા શેઠ (17 વર્ષ) અને એક અજાણ્યો 25 વર્ષીય વ્યક્તિ તરીકે થઇ હતી. જ્યારે 20 વર્ષના એક યુવકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સવારે 5:20 વાગ્યે લોટસ જેટી પાસે બની દુર્ઘટના

કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમ તરફથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માત 20 સપ્ટેમ્બરના રોજ રવિવારે વહેલી સવારે આશરે 5:20 વાગ્યે લાલા કોલેજની સામે, લોટસ જેટી નજીક બન્યો હતો.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કાર મરીન ડ્રાઈવ તરફથી હાજી અલી તરફ જઈ રહી હતી. વાહનની ઝડપ અત્યંત વધારે હોવાને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ધડાકાભેર અથડાઈ હતી.

નાયર હોસ્પિટલમાં 3 યુવકોને મૃત જાહેર કરાયા

અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારમાં સવાર તમામ 4 લોકોને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકની નાયર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી મેડિકલ ટીમે તેમની સારવાર હાથ ધરી હતી.

  • હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા સવારે 8:40 વાગ્યે આપવામાં આવેલા સત્તાવાર મેડિકલ બુલેટિન મુજબ હોસ્પિટલ લાવવામાં આવેલા 4 પૈકી 3 લોકોને તબીબોએ લાવતાં વેંત જ મૃત જાહેર કર્યા હતા.
  • મૃત્યુ પામેલા લોકોમાં એક 21 વર્ષનો યુવક અને એક 17 વર્ષનો સગીર સામેલ છે.

સવારે 8:40 વાગ્યે નાયર હોસ્પિટલના સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કારમાં સવાર ચાર પૈકી ત્રણ વ્યક્તિઓને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ચોથા ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક છે.

- ચીફ મેડિકલ ઓફિસર (CMO), નાયર હોસ્પિટલ

20 વર્ષીય યુવક ટ્રોમા વોર્ડમાં ક્રિટિકલ સ્થિતિમાં

આ ભયાનક અકસ્માતમાં બચી ગયેલા ચોથા 20 વર્ષના યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર તેને નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માતના સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.