લોકરક્ષક કેડર ભરતીના ઉમેદવારો માટે ખુશખબર: લેખિત પરીક્ષાના ગુણ જાહેર, જાણો રિચેકિંગ માટેની સમય મર્યાદા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LRD Exam Updates: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ભરતી બોર્ડે ગુણ જાહેર કર્યા છે. ભરતી બોર્ડે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે, ત્યારે ઉમેદવારો પોતાનો રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સહિતની વિગત નાખીને પોતાના માર્ક્સ જોઈ શકશે.
LRDની લેખિત પરીક્ષાના ગુણ જાહેર
ભરતી બોર્ડ અનુસાર, શનિવારે(11 જુલાઈ, 2026) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર કરાયા છે. ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://formonline.co.in/LRDC44E2WD26/ પર જઈને ઉમેદવારો પોતાના રોલ નંબર સહિતની વિગતો ભરીને માર્ક્સ જોઈ શકશે. આગામી 26 જુલાઈ સુધીમાં ઉમેદવારોએ વેબસાઇટ પર માર્ક્સ ચેક કરી શકશે.

2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી
રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે 14 જૂને 879 શાળા/કૉલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89,405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2,63,345 લાખથી વધુ ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.
લોકરક્ષક કેડર (Lok Rakshak Cadre) - કુલ 12,733 જગ્યા
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
- જેલ સિપાહી (પુરુષ): 300
- જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31









