Gujarat

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+

By GS TEAM
8 Nov 20251 min read
શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી  વધુ   વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+


અમદાવાદ, શુક્રવાર,7 નવેમ્બર,2025

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં  મુખ્ય રસ્તા સહિતની અન્ય જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  બે લાખથી વધુ વીજપોલ કાર્યરત કરાયા છે.આ વીજપોલના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર ટૂંક સમયમા કરવામા આવશે.અલગ અલગ વિસ્તારમાં અંદાજે નવા પાંચ હજાર વીજપોલ નાંખવા આયોજન કરવામા આવ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સીટલૂમ નામની એજન્સીને શહેરના તમામ સાત ઝોનમાં આવેલા વીજપોલના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો.કોન્ટ્રાકટ આપવામા આવેલી કંપની તથા લાઈટ વિભાગમાં એક સમયે એડીશનલ સીટી ઈજનેર તરીકે ફરજ બજાવનારા અધિકારી તેમની કામગીરીને લઈ અનેક વખત વિવાદમા આવ્યા હતા. શહેરમાં આવેલા બ્રિજ,અંડરપાસથી લઈ અનેક સ્થળોએ સાંજ પડતા જ વીજ પોલ બંધ હોવાથી વાહન ચાલકો તથા સ્થાનિક રહીશો ત્રાહિમામ બની ગયા હતા. અંતે મ્યુનિસિપલ કમિશનરે જ આ બાબતને ગંભીરતાથી લઈ એડીશનલ સીટી ઈજનેર પાસેથી લાઈટ વિભાગની કામગીરી અન્ય અધિકારીઓને સોંપવાનો નિર્ણય કરવો પડયો હતો.

ઝોનવાઈસ કેટલા નવા પોલ નંખાશે

ઝોન    વીજપોલની સંખ્યા

પૂર્વ    ૧૦૩૧

દક્ષિણ  ૨૨૩૦

ઉત્તર   ------

પશ્ચિમ  ૫૩૬

દ.પ.   ૧૦૦

ઉ.પ.   ૮૭૨

મધ્ય   ૨૨૫