Gujarat

બકરીને ભગાડવા બાબતે બે મહિલા સહિત ત્રણ ઉપર પાઇપથી હુમલો

By GS TEAM
27 Aug 20252 mins read
બકરીને ભગાડવા બાબતે બે મહિલા સહિત ત્રણ ઉપર પાઇપથી હુમલો

અમદાવાદ, બુધવાર

નારોલમાં ફૂલહારના ફૂલ બકરી ખાતી હતી જેથી મહિલાએ ભગાડી હતી જેને લઇને પડોશી મહિલા સહિત પરિવારના ચાર લોકોએ મહિલાને કપાળમાં પાઇપ મારી હતી આ સમયે છોડાવવા વચ્ચે પડતાં મહિલાના પિતા અને સગર્ભા ભાભીને માર માર્યો હતો. ફરિયાદી મહિલા લોહી લુહાણ થઇ હતી જેથી મહિલા તેના પિતા અને ભાભીને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓએ જતા જતા ધમકી આપી કે હવે પછી અમારુ તથા બકરીનું નામ લેશો તો વધારે માર મારીશું. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પાઇપના ફટકા મારતા મહિલા લોહી લુહાણ છોડવવા વચ્ચે પિતા અને સગર્ભા મહિલાને પણ માર મારી ધમકી આપી ઃ નારોલ પોલીસે મહિલા સહિત સામે ગુનો નોંધ્યો

નારોલ ગામમાં રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા મહિલા સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલા તા.૨૬ના રોજ ઘરે બેસીને ફૂલોના હાર બનાવી રહ્યા હતા. આ સમયે બકરી આવીને ફૂલહારના ફૂલો ખાતી હોવાથી બકરીને મહિલાએ ભગાડી હતી.

જેને લઇને પડોશી મહિલાએ આવીને મારી બકરીને કેમ ભગાડી કહીને તકરાર કરી હતી. ત્યારબાદ મહિલા સહિત પરિવારના ચાર લોકોએ હુમલો કરીને મહિલાને કપાળમાં પાઇપ મારી હતી આ સમયે છોડાવવા વચ્ચે પડતાં મહિલાના પિતા અને સગર્ભા ભાભીને માર માર્યો હતો. ફરિયાદી મહિલા લોહી લુહાણ થઇ હતી જેથી મહિલા તેના પિતા અને ભાભીને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓએ જતા જતા ધમકી આપી કે હવે પછી અમારુ તથા બકરીનું નામ લેશો તો વધારે માર મારીશું. આ ઘટના અંગે નારોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.