રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ત્રણેય રથ નીજ મંદિર પરત ફર્યા, ભગવાન જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra 2026: અષાઢી બીજના પાવન દિવસે ગુરુવારે(16 જુલાઈ, 2026) રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. સૂર્યોદય થતાંની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. નિજ મંદિર, રથયાત્રા રૂટ પર મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. રથયાત્રા દરમિયાન વિવિધ અખાડાં, અલગ-અલગ કરતબના અદભૂત દ્રશ્યો જોઈ શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રાનો સમગ્ર રૂટ 'જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. નગરચર્યા બાદ રાત્રે 10 વાગ્યે ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. આ દરમિયાન નિજ મંદિર ખાતે ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા.
રથયાત્રાનો રુટ
• જગન્નાથ મંદિર
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિર
સંપૂર્ણ LIVE અપડેટ:
10:04 PM: ત્રણેય રથ નીજ મંદિર પરત ફર્યા, રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન



9:24 PM : ભગવાનના રથ ગોળલીમડા પહોંચ્યા
8:48 PM : રથયાત્રા અંતિમ ચરણમાં, નિજ મંદિર તરફ રથના પ્રયાણ
ભગવાનના રથ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે, રથયાત્રા અંતિમ ચરણમાં છે. જેમાં પાનકોર નાકા પાસે રથ પહોંચ્યા છે, જ્યારે હાથી નીજ મંદિર પહોંચ્યા છે.

8:36 PM : અમદાવાદમાં રથયાત્રાના ભક્તિમય માહોલ વચ્ચે પ્રેમ દરવાજા પાસે હંગામો!
ભગવાન જગન્નાથની નગરચર્યા દરમિયાન પ્રેમ દરવાજા નજીક નજીવી બાબતે 2 પરિવારો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી કે મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી લીધા હતા. જો કે, ત્યાં હાજર પોલીસે તાત્કાલિક વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
7:13 PM : અમદાવાદની રથયાત્રામાં ગોરીલા અને ભૂત-પ્રેતના વેશનો જુઓ અદભૂત VIDEO
6:48 PM : મકાન ભયજનકની નોટિસ છતાં લોકો બાલ્કની પર ચડીને રથયાત્રા જોઈ
રથયાત્રા રૂટમાં પોળ વિસ્તારમાં કેટલીક ભયજનક બિલ્ડિંગના ભાગને લઈને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી છે. જો કે, તંબુ ચોકીથી દિલ્હી ચકલા જતાં મકાન પર ભયજનકની નોટિસ લગાવેલી હોવા છતાં લોકો બાલ્કનીમાં ચડીને રથયાત્રા જોઈ રહ્યા હતા.

6:43 PM : ભગવાનના રથ તંબુ ચોકીથી આગળ નીકળ્યા

6:16 PM : અષાઢી બીજના અમી છાંટણા! રથયાત્રામાં ભક્તોના ઉત્સાહ વચ્ચે વાતાવરણમા પલટો
6:04 PM : રથયાત્રામાં અનોખા કરતબઃ યુવકોએ દાંતમાં રૂમાલ ફસાવી મોઢાથી સાઈકલ ફેરવી

5:58 PM : પરંપરા મુજબ દરિયાપુરમાં મુસ્લિમ સમાજે રથનું કર્યું સ્વાગત, શાંતિના દૂત કબૂતર ઉડાડ્યા!
પરંપરા અનુસાર દરિયાપુરમાં તંબુ ચોકી નજીક કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહંત દિલીપદાસજી સાથે શાંતિના દૂત એવા કબૂતર ઉડાડવામાં આવ્યા હતા.









