Get The App

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો 1 - image

સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી સુરેન્દ્રનગર એલસીબીનો દરોડો

દારૃની ૨૦,૭૩૬ બોટલ, ટ્રક મળીને કુલ રૃપિયા ૧.૧૨ કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

લીંબડીલીંબડી રાજકોટ હાઈવે પર પરશુરામ ધામ નજીક ટ્રક માંથી રૃ. ૯૨.૭૩ લાખનો વિદેશી દારૃનો સુરેન્દ્રનગર એલસીબી ટીમે જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં ૨૦,૭૩૬ નંગ દારૃ ની બોટલો તથાં ૧ ટ્રક મળીને કુલ રૃપિયા ૧.૧૨ કરોડ નો મુદ્દામાલ પોલીસે કબ્જે ચાર શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લીંબડી-રાજકોટ હાઈવે પર પરશુરામ ધામ પાસે પહોંચતાં ત્યાં હાઈવે પર એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક ઉભો હતો. અને તેમાં વિદેશી દારૃ હોવાની શંકાથી તેમાં તપાસ હાથ ધરતાં ટ્રકના પાછળના ભાગે ચોરખાનામાંથી વિદેશી દારૃની ૨૦,૭૩૬ બોટલ (કિં.રૃ. ૯૨,૭૩,૬૦૦) મળી આવી હતી. પોલીસે દારૃ, કન્ટેનર ટ્રક (કિં.રૃ. ૨૦,૦૦૦,૦૦૦) મળીને કુલ રૃપિયા ૧,૧૨,૭૩,૬૦૦નો મુદામાલ પોલીસે કબજે કર્યોે હતો.

રેડ દરમિયાન ટ્રક ચાલક, ટ્રક માલિક, દારૃનો જથ્થો મંગવાનાર તથાં દારૃનો જથ્થો મોકલનાર હાજર નહીં મળી આવતાં પોલીસે ચારેય શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આટલી મોટી માત્રામાં વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરીને તમામને ઝડપી પાડવા તપાસ હાથ ધર્યા છે.

લીંબડી પોલીસ ઊંઘતી રહી અને તેના નાક નીચેથી સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ૯૨.૭૩ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડતાં કામગીરી સામે સવાલો ઉઠયા હતાં. લીંબડી રાજકોટ-અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર એલ.સી.બી તથાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લાં છ માસમાં બેથી ત્રણ દરોડા પાડીને કરોડો રૃપિયાનો દારૃ તથા બીયરનો જથ્થો ઝડપી પાડવા આવ્યો હતો.